Sunday, June 22, 2014

ચટપટા કાચા કેળાં

સામગ્રી :

૩ નંગ કાચા કેળાં,
૧ ટે.સ્પૂન રાઈ,
૩ ટે.સ્પૂન તાજું નાળિયેરનું છીણ,
૧/૪ ટી.સ્પૂન હળદર,
૧/૪ ટી.સ્પૂન વાટેલા કાળા મરી,
ચપટી હિંગ,
૨ લીલાં મરચાંના કટકા,
૧/૨ ટી.સ્પૂન ખાંડ,
થોડોક લીંબુનો રસ,
૧ ટે.સ્પૂન તેલ,
મીઠું સ્વાદ મુજબ,
લીલા ધાણા.

રીત :

કેળાંને ધોઈ, છોલીને ગોળ પીતાં (સહેજ જાડા) કરવા.
ફ્રાઇંગ પેનમાં તેલ મૂકી રાઈ, હિંગ, હળદર, મીઠું, મરી અને કેળાંના પીતાં નાખવા. સહેજ સ્ટર ફ્રાય કરવું.
પછી તેમાં અડધા કપ જેટલું પાણી ઉમેરવું. ઢાંકણ ઢાંકી દસ મિનિટ ગેસ પર રાખવું.
પછી ખાંડ નાખવી. લીંબુનો રસ નાખવો.
લીલા મરચાંના કટકા, લીલા ધાણા અને નાળિયેરનું છીણ ભભરાવવું. ગરમ પીરસવું.

No comments:

Post a Comment